Description
સ્મરણ નાનકડી મૂડીથી
સ્મરણ નાનકડી મૂડીથી જીવન વેપાર માંડ્યો છે,
કદીક ત્યાં ખોટ ખાધી છે, કદીક તો લાભ લાગ્યો છે.
કરી છે ચડઊતર કેવી મજલને કાપતાં જીવને !
કદીક પછડાટ ખાતામાં સ્મરંતાં, આવિયો મદદે.
જગત રખડ્યા કરેલો છું, તને શો સાવ ભૂલીને !
ન તુજ દરકાર રાખી છે, તને તોયે ન છોડ્યો છે.
રહમ તારી પ્રભુ મુજ પર સતત કેવી જ વર્ષી છે !
સ્મરણ જહેમતની શી મુજને હૃદય તેં ભેટ દીધી છે !
‘જીવનસ્મરણ’,આ-બીજી,-૪
Reviews
There are no reviews yet.